આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’ એ તો ખોટું રે ખોટું પિછાણીએ,
- હો ભેરુ …
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી, સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને આપણે જ હાથે સંભાળીએ,
- હો ભેરુ…
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે, કોણ લઈ જાય સામે પાર?
એનો કરવૈયો કો આપણી બહાર નહીં, આપણે જ આપણે છઈએ,
- હો ભેરુ ….
-: પ્રહલાદ પારેખ
Wednesday, July 28, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment