Friday, July 30, 2010

जो भरा नहीं है भावों से

जो भरा नहीं है भावों से बहती जिस में रसधार नहीं
वह ह्रदय नहीं वह पत्थर है,जिस में स्वदेश का प्यार नहीं.
-: मैथिलीशरण गुप्त

જંપવા દેતું નથી

જંપવા દેતું નથી પળભર મને,
કોણ કોરી ખાય છે અંદર મને.

કોણ જાણે કેમ પણ જઉં છું નડી,
હું થવા દેતો નથી પગભર મને.

નામ બીજા પણ ઘણા છે દોસ્તો,
એકલા વાગ્યા નથી પથ્થર મને.

ઝેર ભોળા થાવ તો પીવું પડે.
બસ ગમે છે એટલે શંકર મને.

વસવસો, કે જોઇ ટોળામાં પછી,
તેં ગણી લીધો હશે કાયર મને.

પ્રશ્ન તો મિસ્કીન કેવળ એક છે,
પણ જડ્યા છે કેટલા ઉત્તર મને?

Thursday, July 29, 2010

તમારાથી દૂર થવાનો રંજ

તમારાથી દૂર થવાનો રંજ તો ભુલીયે શકાય,
ન ભુલાય તેવી વાત તમે આપેલી રજાની છે..!

હરિને ભજતાં

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને…

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને…

વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;
પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે. હરિને…

વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;
ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં રે. હરિને…
-: કવિશ્રી ગેમલ ( ૧૭મી સદી )

Wednesday, July 28, 2010

જોટો ન મારો ક્યાંય

દેખાય તું ન ક્યાંય ને હું દૃશ્યમાન છું,
તું મૌનની સ્વરાવલિ હું વૃંદગાન છું.

જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,
તારા સમાન તું જ, હું મારા સમાન છું.

ઝૂમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખ્યાલ તું,
હું મારવામાં બદ્ધ કોઈ બોલતાન ખ્યાલ છું.

તારો રંગ કૃષ્ણ છે, એવું ન માન તું,
વાદળ સમાન હું ય સ્હેજ ભીનેવાન છું.

તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો,
હું પણ ‘સહજ’ એ બે કણોની દરમિયાન છું.
-: વિવેક કાણે ‘સહજ’

આપણે ભરોસે આપણે હાલીએ

આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’ એ તો ખોટું રે ખોટું પિછાણીએ,
- હો ભેરુ …

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી, સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને આપણે જ હાથે સંભાળીએ,
- હો ભેરુ…

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે, કોણ લઈ જાય સામે પાર?
એનો કરવૈયો કો આપણી બહાર નહીં, આપણે જ આપણે છઈએ,
- હો ભેરુ ….
-: પ્રહલાદ પારેખ

Monday, July 26, 2010

લખું ઝાકળથી પત્ર

લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો?
સંબોધું તમને "મારા વાહલા" થી, તો પણ તમે ના સમજો તો ?
વર્ણવું મારી લાગણીઓ ને શબ્દો થકી, પણ તમે અલંકારીક ભાષા સમજો તો ?
લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો?

ઝંખુ તને હું ક્ષણેક્ષણ - પળેપળ, પણ તમે પાગલપણ સમજો તો ?
આખા દિવસનો હું મારો હિસાબ મોકલું, પણ તમે રોજનીશી સમજો તો ?
લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો?

મોકલું મારી એકલતા SMS થી, પણ તમે BLANK SMS સમજો તો ?
વિસ્તારૂં તને હું કાગળ ઉપર, પણ તમે મને કવિયત્રી સમજો તો ?
લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો?
-: લજામણી

પત્ર - જે પાછો વળ્યો

મેં લખીને મોકલ્યો ‘તો ફુલ જેવો સૌમ્ય પણ
પત્ર - જે પાછો વળ્યો એ કેટલો દાહક હતો !
-: રમેશ પારેખ

Wednesday, July 21, 2010

તું નાનો, હું મોટો

તું નાનો, હું મોટો -
એવો ખ્યાલ જગતનો ખોટો;
આ નાનો, આ મોટો –
એવો મુરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચાં ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?

મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.
-: પ્રેમશંકર ભટ્ટ

મેં મારી જાતને સસ્તી બનાવી નાખી

જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.

Friday, July 16, 2010

તારા પ્રહારોની હદ થઈ ભલે

તારા પ્રહારોની હદ થઈ ભલે,
હયાતી હ્યદયની રદ થઈ ભલે.

પામવા મથે પતંગિયુ ભલે શમાને,
શહિદી પ્રણયની બેહદ થઈ ભલે.

કોણે શરમથી ઝૂકાવી ગરદન,
કે ઝાંઝવાની સરહદ થઈ ભલે.

શ્યામ, ઓવારી ગઈ એક રાધા !
ભૂલીજા 'અતીત' બેદર્દ થઈ ભલે.
-: વિનોદ બામણિયા (અતીત)

હસું છું એટલે

હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું,
રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
દબાવીને હું બેઠો છું જીવનના કારમા ઘાવો,
ગમે ત્યારે ફાટી જાઉં એ જવાળામુખી છું હું.
-: શેખાદમ આબુવાલા

Wednesday, July 14, 2010

ભોમિયા વિના

ભોમિયા વિના મારે ભમવા ‘તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી ‘તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
-: ઉમાશંકર જોશી

સાવજ ગરજે

સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે?
બાવળનાં જાળાંમાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !
વાડામાંવાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે આંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ !લસ ! કરતી જીભ ઝુલાવે.

બહાદુર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડ્ગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઇ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે

ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા !તું ઊભો રે’જે !
ચોર-લૂંટારા ઊભો રે’જે
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ-કન્યા !
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઊઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણમેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મુછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

–: ઝવેરચંદ મેઘાણી

Abortion .......

A worried woman went to her gynecologist and said: 'Doctor, I have a serious problem and desperately need your help! My baby is not even 1 year old and I'm pregnant again. I don't want kids so close together.

So the doctor said: 'Ok and what do you want me to do?'

She said: 'I want you to end my pregnancy, and I'm counting on your help with this.'


The doctor thought for a little, and after some silence he said to the lady: 'I think I have a better solution for your problem. It's less dangerous for you too.'
She smiled, thinking that the doctor was going to accept her request. Then he continued: 'You see, in order for you not to have to take care 2 babies at the same time, let's kill the one in your arms. This way, you could rest some before the other one is born. If we're going to kill one of them, it doesn't matter which one it is. There would be no risk for your body if you chose the one in your arms.

The lady was horrified and said: 'No doctor! How terrible! It's a crime to kill a child!

'I agree', the doctor replied. 'But you seemed to be OK with it, so I thought maybe that was the best solution.

The doctor smiled, realizing that he had made his point.
He convinced the mom that there is no difference in killing a child that's already been born and one that's still in the womb.

The crime is the same!

Monday, July 12, 2010

પ્યારની રંગીન લત

પ્યારની રંગીન લત મોંઘી પડી, આગ સાથેની રમત મોંઘી પડી.
જીતતાં જીતાઈ ગઈ બાજી બધી,એક આ દીલની લડત મોંઘી પડી.
જીંદગીના રંગ સૌ રુઠી ગયા, બુધ્ધીની આ આવડત મોંઘી પડી.
બાગમાં આવો, રહો,પણ બે ઘડી,માળીની બસ આ શરત મોંઘી પડી.
પ્રાણ લઈ આવ્યા અને દઈને ગયા,તારી કીમત ઓ જગત મોંઘી પડી
-: શેખાદમ આબુવાલા

લાવ, તારો હાથ

લાવ, તારો હાથ આપી જો મને
તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને.

પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું
લે, ઉખેડી કે ઉથાપી જો મને.

તું નસેનસમાં વહે છે રક્તવત
કોઇ પણ છેડેથી કાપી જો મને.

આભને પણ હું નયનમાં સંઘરું
જો ઉઠાવી આંખ માપી જો મને.

આમ તો હું કોઇની જડતો નથી
મન કરીને સ્થિર જાપી જો મને.
-: ત્રિલોક મહેતા

Thursday, July 8, 2010

સાવ અચાનક મૂશળધારે

સાવ અચાનક મૂશળધારે, ધોધમાર ને નવલખ ધારે, આ વાદળ વરસે છે કે તું ?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું, મને તું વાદળ કહે તો શું?

ગેબને આરે આભ ઓવારે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા,
કુંતલ કંઠે આવકારના પ્રીત-ગીત નભમાં લહેરાયા;
ઉત્કટ મિલનની પ્યાસ લઈને, આલિંગન અણમોલ દઈને આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,મને તું વાદળ કહે તો શું?

દાવા છોડી લ્હાવા લઈએ, ભીંજાઈને ભીંજાવા દઈએ,
આજ કશું ના કોઈને કહીએ, મોસમ છે તો વરસી રહીએ;
તરસતણાં ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખૂલીને, હવે કોઈ પાગલ કહે તો શું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,મને તું વાદળ કહે તો શું?
-: તુષાર શુક્લ

जरासा उलज क्या गये

जरासा उलज क्या गये वोह हमसे दुर हो गये
खता क्या थी न बताया बस हमसे दुर हो गये

ना रास आयी होगी दोस्ती हमारी शायद उन्हे
चार दीन बात कर आज हमसे दुर हो गये

ना बचा हो कुछ कहेनेको हम्हे उसे शायद
कुछ अच्छा सोच कर ही हमसे दुर हो गये

खुद तो गये अपने लिखे खत भी साथ ले गये
ना छोडी कोइ खत की याद बस हमसे दुर हो गये

Thursday, July 1, 2010

તારી ઉદાસ આંખમાં

અમસ્તી કોઇ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઇનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે.

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?

આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
કહેવાને આમ સાત સમંદર તરી શકું

‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત
પણ ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?
-: કૈલાસ પંડિત

સંબંધમા દુરી રાખત

અમે તેની સાથેના સંબંધમા દુરી રાખત
પોતાના માન્યા હોત તો સંબંધ રાખત

જો ડર્યા હોત તોફાનોથી તો રહેવા માટે
પક્ષીઓ શા માટે તણખલાઓનો માળો રાખત

ન ગયા હોત જો વિરહ વેદનામા ક્યારેય
તો દિલમા પ્રેમ નો કોઇ ભગવાન રાખત

પહોચી જ જાત અજવાળુ આપના ઓરડા સુધી
જો બારી/બારણા તમારા તમે ખુલા રાખત

સારૂ કર્યુ કે ઘર પુરુ તમે રાખ કર્યુ
ધુમાડા જ નીકળત જો તેને અર્ધજલ્યુ રાખત

ખબર ન હતી તમારા ગામના રીવાજો ની
હ્રદયને છાતીમા જ દફન રાખત.