પ્રેમની વાત બસ એટલે જ આટલી મજાની છે,
ઘટના એ આમ તો બુધ્ધિને મળેલી સજાની છે!!
પાયાનો પથ્થર તો સચવાઇ જશે માટીની હુંફે,
ચિંતા સતાવે છે એ તો આ અલ્લડ ધજાની છે.
ભુલી જઈ ફિલસૂફીની વાતો, બસ પ્રેમ કરીએ,
વાત બસ એ એક મારા કે તમારા ગજાની છે!
કૈંક સામ્રાજ્યો બસ આજ ભ્રમથી તૂટી ગયાં:
આનંદો સઘળાં આપણા ને પીડા પ્રજાની છે.
તમારાથી દૂર થવાનો રંજ તો ભુલીયે શકાય,
ન ભુલાય તેવી વાત તમે આપેલી રજાની છે..!
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
is it your creation? it is aso published on someone else' blog..please clarify
Post a Comment