Wednesday, April 9, 2008

જુઓ તો આસપાસ છું

હાલમાં એક જગ્યા એ રાજેન્દ્ર શુક્લને સાંભળવાનો મોકો મળ્યો. તેઓ બોલતા હતા ત્યારે મેં એક કવીતા નોંધી હતી જે અહીં રજુ કરુ છુ. શક્ય છે કે કોઈ એકાદ શબ્દ કે પંક્તિ આઘીપાછી હોય.

હું તો ધરાનો હાસ છું.
પુષ્પનો પ્રવાસ છું.
નથી તો ક્યાંય પણ નથી.
જુઓ તો આસપાસ છું.

હું ત્યાં જ છું હતો હું જ્યાં.
સહેજ પણ ખસ્યો નથી.
અનંત અનાદી કાળથી.

આ અહીં પહોચ્યા પછી
એટલુ સમજાય છે.
કોઈ કાઈ કરતુ નથી
આ બધુ તો થાય છે.

આંખ મીંચીને જોઉ તો દેખાય છે.
ક્યાંક કાંઈ ખુલી રહ્યુ.
ક્યાંક કાંઈ બીડાય છે.

શબ્દ અને અર્થો હતા
ઓગળી કલરવ થયા.
મન, ઝરણ, પંખી બધું
ક્યાં જુદુ પરખાય છે.
-: રાજેન્દ્ર શુક્લ

No comments: