ખીલી ઉઠે છે સોળે કળાએ ચંદ્ર જ્યારે,
ત્યારે જ થઈ જાય છે લાલપીળો સૂરજ. એમાં મારો શું વાંક...
વાંચ્યો છે તમે મને પહેલેથી છેલ્લા પાના સુધી,
નાપાસ થયા છો, ઉત્તરવાહી જ કોરી નીકળી. એમાં મારો શું વાંક...
ન કરી શક્યા પ્રેમનો એકરાર તમે,
અને તણાઈ રહ્યા છો હવે અશ્રુઓનાં પુરમાં. એમાં મારો શું વાંક...
આસપાસ નહી સર્વત્ર હતો હું તમારી જિંદગીમાં,
હું તો એ જ છુ, સમાઈ ગઈ તુ કોઈ બીજા સાગરમાં.એમાં મારો શું વાંક...
આપે છે સાથ કિનારો અનંત સુધી સદાય સ્પર્શીને,
પણ વહેતુ રહે છે એ જ વહેણ ફક્ત એક જ દિશામાં.એમાં મારો શું વાંક...
ઓરતા રાખ્યા રામ જેવા પતિના, પણ પ્રેમ કર્યો ક્રુષ્ણને,
પ્રેમમાં તો ખુદ ભગવાનને પણ બે અવતાર લેવા પડ્યા હતા.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment