Wednesday, February 20, 2008

બિસ્માર ઘર .....

થોડા સમય પહેલા ખરીદેલી એક બેફામના ગઝલ સંગ્રહમાંથી થોડી ગઝલો

તુ એક જ છે અને બે જાત નો વ્યવહાર પણ રાખે,
દવા પણ તુજ કરે મારી અને બીમાર પણ રાખે.

ભલા તારા વિના એવું તો બીજું કોણ હોવાનું?
જે ગુસ્સો પણ કરે મારા ઉપર અને પ્યાર પણ રાખે.

મેં નહોતી જોઈ પહેલા આવી આ જંજાળ જીવનની,
મને નવરો ન પડવા દે અને બેકાર પણ રાખે.

વિધાતા, તે મને કેવું અજબ આ ભાગ્ય આપ્યુ છે?
બિચારો પણ ન બનવા દે અને લાચાર પણ રાખે.

ખુદા, બંદો તને બેફામની જેવો નહીં મળશે,
કસોટી કર છતાં તારા ઉપર ઈતબાર પણ રાખે.

ચહું `બેફામ' હું એની કહે સારી કબર ક્યાંથી?
જે ઘર આપે અને એને વળી બિસ્માર પણ આપે.

No comments: