Thursday, February 21, 2008

દુનીયા કલ્પનાની છે

આમ તો સર્જકે અને "મારી ખાનદાની" શીર્ષક આપ્યુ છે પણ મને આનુ નામ "દુનીયા કલ્પનાની છે." વધારે ગમ્યુ.

બધા દિવસો મજાના છે, બધી રાતો મજાની છે;
અદેખાઈ ન કરજો, મારી દુનીયા કલ્પનાની છે.

દુ:ખી નજરે જુએ છે દૂરથી મારા બુઢાપાને,
નથી એ કોઈ બીજું દોસ્ત, એ મારી જવાની છે.

જીવ્યો બેચાર ક્ષણ હું એટલું જો બાદ કરીએ તો,
હજી પણ મારી પાસે ચાર દિનની જિંદગાની છે.

પધારો તો પરોણાગતમાં હું ઘરને ગીરો મૂકું,
ભલે ખાલી થયો, પણ એ જ મારી ખાનદાની છે.

કરું ના દાન તો કોઈ મને કંજૂસ ના કહેશો,
કે મારી માસ તો પૂંજી ફક્ત મારી પીડાની છે.

રહે અણદીઠ એનો ન્યાય તો શંકા નહીં કરજો,
કે સૌ છાના ગુનાહોની સજા એવી જ છાની છે.

કરે છે એટલા માટે તો ભેગાં લોકના ટોળાં,
દીવાનો પણ એ સમજે છે કે આ દુનીયા દીવાની છે.

જતનથી જાળવું છું જાતને હું એટલે `બેફામ',
જગતમાં એ જ તો એક મારી નિશાની છે.
-: બરકત વિરાણી "બેફામ"

Wednesday, February 20, 2008

બિસ્માર ઘર .....

થોડા સમય પહેલા ખરીદેલી એક બેફામના ગઝલ સંગ્રહમાંથી થોડી ગઝલો

તુ એક જ છે અને બે જાત નો વ્યવહાર પણ રાખે,
દવા પણ તુજ કરે મારી અને બીમાર પણ રાખે.

ભલા તારા વિના એવું તો બીજું કોણ હોવાનું?
જે ગુસ્સો પણ કરે મારા ઉપર અને પ્યાર પણ રાખે.

મેં નહોતી જોઈ પહેલા આવી આ જંજાળ જીવનની,
મને નવરો ન પડવા દે અને બેકાર પણ રાખે.

વિધાતા, તે મને કેવું અજબ આ ભાગ્ય આપ્યુ છે?
બિચારો પણ ન બનવા દે અને લાચાર પણ રાખે.

ખુદા, બંદો તને બેફામની જેવો નહીં મળશે,
કસોટી કર છતાં તારા ઉપર ઈતબાર પણ રાખે.

ચહું `બેફામ' હું એની કહે સારી કબર ક્યાંથી?
જે ઘર આપે અને એને વળી બિસ્માર પણ આપે.

Friday, February 15, 2008

બસ એમ જ ....

આમ તો મારે વેલેન્ટાઈન્સ-ડે પર કાલે કઈક લખવુ હતુ પણ હવે એ દિવસ સારા કરતા ખરાબ વધારે લાગે છે.
આજે મને ગમતા ખાસ શાયર બરકત વિરાણી `બેફામ' ની થોડી રચના.

સારુ થયુ કે દિલને તમે વશ કરી લીધું.
નહિ તો અમે જગતમાં બધાના બની જતે.

દિલમાં સૌને આવવા દઈએ છીએ, પણ શક ન કર,
તું વસે છે જ્યાં ત્યાં કોઈને જવા દેતા નથી.

Wednesday, February 6, 2008

માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી
જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી
તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી
બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી
માણી લે હર એક પળ તું આજે આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી