સમી સાંજે ઝૂકી આંખે, બગીચે બાકડે બેસી
અને એકાંત પી જાવું તને મોડેથી સમજાશે
સમયસર ચાલવા જાવુ, ઉદાસી ઢાંકવા જાવું
અને ટોળે ભળી જાવું… તને મોડેથી સમજાશે
અજાણી આ સફર વચ્ચે, અરીસાના નગર વચ્ચે,
ન ગમતી સૌ નજર વચ્ચે અને આઠે પ્રહર વચ્ચે,
મળીને જાતને સામે જરા અમથુ હસી લઈને,
ખુદીને છેતરી જાવું … તને મોડેથી સમજાશે
ઘણાં વરસો પછી એવું બને ગમતી ગલીમાથી સહજ રીતે નીકળવાનું બને,
ધબકાર જૂના લઈપછી મનગમતો ત્યાંથી સાદ આવે, યાદનો વરસાદ આવે પણ,
ફરી જાવું… તને મોડેથી સમજાશે
લઈ તીરાડ ચહેરા પર, ધ્રુજારી હાથમાં લઈને,
સમયના ફૂલની ખુશ્બૂ સતત આ શ્વાસમાં લઈને
સફેદી થઈ અરીસે જઈ, ધરીને મૌન હોઠો પર,
નજરથી કરગરી જાવું … તને મોડેથી સમજાશે .....
-: જિગર જોષી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment