પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ.
પ્રેમ એટલે
આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ.
પ્રેમ એટલે
આપણા અલગ-અલગ સપનાઓને
એક તાંતણે બાંધવાનો પ્રયાસ.
પ્રેમ એટલે
એક મેકના મન તરફ, મન માટે
જીદંગીભરનો સુંદર પ્રવાસ.
પ્રેમ એટલે આપણે બે હતા હવે એક થયા
જાણે આ ધરતી ને આકાશ.
પ્રેમ એટલે તને ઓઢુ, તને પહેરુ,
તને શ્વસુ તુંજ રહે સદા મારી આસ-પાસ.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
wow wonderful!i really like this !
something from me also ...
પ્રેમ એટલે વાતચીત ને પ્રેમ એટલે શબ્દો નો પ્રાસ
પ્રેમ એટલે
મૌન મા પણ અનોખો અહેસાસ
પ્રેમ એટલે પળેપળ સમજણનો સાથ
પ્રેમ એટલે
આપણા સંબંધની મીઠી સુવાસ
પ્રેમ એટલે પ્રેમ એટલે.... પ્રેમ ..બસ
શુ ફેર પડે? પછી પૂનમ હો કે અમાસ ...
Post a Comment