Thursday, February 25, 2010

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં
આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી
શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે
ત્યાં પછી ફંટાઇ જાવાનું મને ગમશે.


જગતમાં
એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે
જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો
તમારાં જો દેખાડી શકું તમને,
તો
દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં
હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ
પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે
રડશો છતાં દફનાઇ જાવાનું છેબેફામ’,
પરંતુ
હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે.
-: બેફામ

No comments: