Thursday, June 5, 2008

ચા, દાળ અને સાસુ

ઘણા વખત પછી લખું છું. આમ તો મે નક્કી કર્યુ હતુ કે હવે રોજ લખીશ પણ હમણા ઓફિસમાં સારું એવુ કામ હતુ એટલે સમય નથી મળ્યો. ચાલો બ્રેક પછીનિ શરુવાત હલ્કી-ફુલ્કી પણ સારી વાત પરથી કરીએ.

ચા બગડી એની સવાર બગડી.
દાળ બગડી એનો દિવસ બગડ્યો.
સાસુ બગડી એની જિંદગી બગડી.

આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે એવું સામ્ય છે, ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે! ઊકળવું એ જ એમનો સંદેશ. ઊકળે નહિ ત્યાં સુધી જામે ય નહિ. પરફોર્મન્સ જ ના આપે. ઊકળે તો જ પરસનાલીટીમાં નિખાર આવે. નિખાર એટલે કેવો? ચા ઊકળે તો લાલ થાય, દાળ ઊકળે તો પીળી થાય અને સાસુ ઊકળે તો … લાલ પીળી થાય ! ( આ ત્રણેયના કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી! ) એક સવાર બગાડે, બીજી દિવસ બગાડે, ત્રીજી જિંદગી બગાડે. ચાની ચૂસકી, દાળનો સબડકો અને સાસુનો ફડકો ! આ ત્રણનું કોમ્બીનેશન જુઓ ! ત્રણેય સ્ત્રી જાતિ, અને સુધારવું – બગાડવું એના હાથમાં.

હાલમાં ક્યાંક વાંચ્યુ હતુ. બહુ મહત્વ પુર્ણ વાત છે. પણ બહુ સામાન્ય સાદગીથી કહી દીધી છે. જો આપણે આ સમજી જઈએ તો ઘણા પ્રશ્નો હલ થઈ જાય.

બસ ભાઈ વાત પતી ગઈ હવે તો મુસ્કુરાવાનુ બંધ કરો. અરે ખબર છે તમારા જીવનની વાત છે પન જરા ધીરે જો સાસુ જોશે તો ફરી ઉકળશે.

-: ડૉ. નલિની ગણાત્રા

3 comments:

સુરેશ જાની said...

ડો. નલેની ગણાત્રાના લેખમાં આ હતું -

http://dhavalrajgeera.wordpress.com/2008/10/04/tea_nalini/

વિનય ખત્રી said...

રીડ ગુજરાતી પર પ્રસિદ્ધ થયેલા લેખ અડધી ચા નો નશો (ડૉ. નલિની ગણાત્રા)માંથી બે ફકરા લઈને બનાવેલો છે.

Atma said...

agreed હશે.

મેં અહી જે લખ્યુ ( સાચો શબ્દ મુક્યુ) છે તે ક્યાંકથી લીધેલુ જ હોય છે. મે કદી દાવો નથી કર્યો કે આ મારા પોતાના શબ્દો છે. (મારા શબ્દો હમેંશા લીલા રંગમાં હશે.)

મારો પ્રયત્ન છે કે જે ગુજરાતી સાહિત્ય હું વાંચુ એમા કાઈ કહેવા લાયક હોય છે તો હું આહી મુકુ છું.

લીંક આપવા બદલ ખુબ આભાર.