Tuesday, March 30, 2010

સ્ત્રીનો ઉલ્લેખ

ઓગસ્ટ ૨૦૦૭ માં મે લખેલા કાગળમાંથી થોડા શબ્દો

આજકાલ ચોપડી વાંચવાનો શોખ છે. હાલમા ક. મા. મુન્શિ, ઝવેરચંદ મેઘાણી, ધુમકેતુ વગેરે ખાસ્સી ચોપડીઓ વાંચી, દરેક ચોપડીમાં એક વાત માર ધ્યાનમા આવી.

મને એવી સ્ત્રીનો ક્યાંય પણ ઉલ્લેખના મળ્યો કે જેણે તેના પતિ કે પ્રેમીને કાયરતાનો રસ્તો દેખાડ્યો હોય, જે પોતાના પુરુષને પાલવમાં બાંધી રાખવા માંગતી હોય. મે અંગ્રેજી ચોપડીઓ વાંચી તેમાં પણ એવું જ છે. હા, ક્યારેક કોઈ ચોપડીમાં ઉલ્લેખ છે તો તે સ્ત્રીઓ ખરાબ જ ચીતરવામાં આવી છે. અને જે સ્ત્રી તેના પુરુષને સાથ આપે છે અને આગળ વધવા પ્રેરણા આપે છે તેઓના નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે, લોકો ને પ્રેરણા આપે તેમ અંકીત છે.

Monday, March 29, 2010

આજ પાછી તારા સ્મરણોની યાદ જાગી

આજ પાછી જીવવાની તલપ જાગી
આજ પાછી તને પીવાની તરસ જાગી

આજ પાછી તને જોવાની પ્યાસ જાગી
આજ પાછી તારા સ્મરણોની યાદ જાગી

આજ પાછી ગીતો ગાવાની ઇચ્છા જાગી
આજ પાછી તારા નામની મહેફીલ જાગી

Friday, March 26, 2010

ખોટ પડી અડધા અક્ષરની

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

Thursday, March 18, 2010

आपकी शक्ल नजर आती है धुंधंली धुंधुंली....

આજે કોઇ ના પ્રોફાઈલ પરથી લીધેલી એના જ માટેની સંવેદના


अंगार- ए- ईश्क भडक जायेगी रफ्ता रफ्ता,

बुजाने तुम आजाओ तो कुछ बात बने,

जल्वा-ए-हुस्न दिखा जाओ तो कुछ बात बने,

मेरी नजरो मै समा जाओ तो कुछ बात बने,

आपकी शक्ल नजर आती है धुंधंली धुंधुंली,

परदा नजरो से हटा जाओ तो कुछ बात बने…….

Tuesday, March 16, 2010

તમારા સપના પુરા કરાવે એ પ્રેમ છે.....

સવારમાં ઉઠીને આંખો ખોલતા પહેલા,
કોઈનો ચહેરો જોવાની ઈચ્છા થાય એ પ્રેમ છે.

આંસુ આંખમાંથી નીકળે
એ પહેલા આંખ લૂછી ને સ્મિત કરાવે એ પ્રેમ છે.

તમારા સપના જોવા કરતા
તમારા સપના પુરા કરાવે એ પ્રેમ છે.

મંદિરમાં દર્શન કરતી વખતે,
કોઈ પાસે ઊભુ છે તેવો આભાસ થાય એ પ્રેમ છે.

આખા દિવસનો થાક,
જેની સાથે બેસવાની કલ્પના માત્રથી દૂર થઈ જાય એ પ્રેમ છે.

માથું કોઈના ખોળામાં મૂકીને,
લાગે કે મન હળવું થઈ ગયું એ પ્રેમ છે.

જરૂરતમાં વિશ્વાસથી હાથ ફેલાવો
અને મળી જશે એવી ખાતરી હોય તો એ પ્રેમ છે.

લાખ પ્રયત્નો છતાં,
જેને નફરત ના કરી શકો,ભૂલી ના શકો એ પ્રેમ છે.

આ વાંચતી વખતે,
જેનો ચહેરો આપની સામે તરવરે, એ તમારો પ્રેમ .....

પ્રેમ ના આપ્યો છતા મળી જાય એ પ્રેમ છે.

તમારા માટે જે જીવે એ પ્રાણ.
તમારા નબળા સમય અને સુખ દુ:ખમાં સાથે રહે એ પ્રેમ છે.

જ્યાથી તમને પાછા વધવાનુ મન થાય
અને કોઈ આવી ને કહે પાગલ પાછળ નહિ આગળ જવાનુ અહીંથી, આ રસ્તાનો બમ્પ છે રસ્તો પુરો નથી થયો અને તમે વિશ્વાસ કરો એ તમારો પ્રેમ છે.

Sunday, March 14, 2010

હું ય વરસ્યો છુ જીવનમાં....

શબ્દની આરપાર જીવ્યો છું
હું બહું ધારદાર જીવ્યો છું

સામે પુરે ધરાર જીવ્યો છું
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું

ખુબ અંદર બહાર જીવ્યો છું
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું

મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ
હું સદા બારોબાર જીવ્યો છું

મંદ ક્યારેય ન થઇ મારી ગતિ
આમ બસ મારમાર જીવ્યો છું

આભ ની જેમ વિસ્તર્યો છું
સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું

બાગેતા બાગ સુર્યની પેઠે
આગમાં પૂરબહાર જીવ્યો છું

હું ય વરસ્યો છુ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

આમ ઘાયલ છુ, અદનો શાયર પણ
સર્વથી શાનદાર જીવ્યો છું...

Saturday, March 13, 2010

મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી જોઇએ
-: બરકત વિરાણી "બેફામ"

Friday, March 12, 2010

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી

અરે ઓ ગરમ મસાલેદાર વાનગી..
રાજકોટના પેંડા.. ભાવનગરના ગાંઠીયા..
જામનગરના ગુલાબજાંબુ ને વડોદરાનો ચેવડો...

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

વાળ તારા ખંભાતી સુતરફેણી, ગાલ તારા સુરતની ઘારી
રાજકોટના પેંડા જેવી તુ છે કામણગારી
માવા જેવી માદક જાણે, મોહબ્બતની મિજબાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

હોઠ તારા અમદાવાદી શરબતની દુકાન
એ શરબતનો તરસ્યો છુ હું રંગીલો જુવાન
પીવું પીવું પણ પ્યાસ ન બુઝે, હોઠોને હેરાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

કુંવલ સાડી હાફુસ મીઠી, ચોરવાડની કેસર કેરી
ભાવનગરના ગાંઠીયા જેવી આંગળીયો અનેરી
મોળો માણસ આરોગે તો આવી જાય મર્દાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

કતાર ગામની પાપડી જેવી આંખ્યુ આ અણીયાળી
જામનગરના ગુલાબજાંબુ જેવી તુ રસવાળી
તુજને ખાવા માટે ના લેવી પડતી પરવાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

જીભ તારી મરચું મોંઢલું બોલે બોલે તિખુ તમતમ
ભેજું છે નડીયાદી ભુંસું સાવ ખાલીખમ
તુ વડોદરાનો લીલો ચેવડો, ખાતા આવે તાજગી,
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

ઓરી આવે તો તને વાત કહુ ખાનગી
તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

Thursday, March 11, 2010

If you think you're beaten

Something that I recited in the Assembly hall in my school.

If you think you're beaten, you are,
If you think you dare not, you don't.

If you'd like to win, but think you can't,
It's almost for sure, you won't.

If you think you're losing, you've lost.
For out in the world we find
- Success begins with a person's will,
- It's all in the state of mind.

If you think you're outclassed, you are,
You've got to think high to rise.

You have to stay with it,
In order to win the prize.

Life's battles don't always go,
To the one with the better plan.
For more often than not, you will win,
If only you think you can.

Wednesday, March 3, 2010

હું તને કયાંથી મળું ?

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

શાશ્વત મિલનથી... તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
-: જવાહર બક્ષી

Tuesday, March 2, 2010

ચમન બદલાયું છે !

પંખી સમજે છે કે ચમન બદલાયું છે
સિતારા સમજે છે કે ગગન બદલાયું છે
પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે
છે લાશ એની એ જ ફકત કફન બદલાયું છે